VOL - 1, ISSUE No. 1, Mar, 2020
Permanent URI for this collection
Browse
Browsing VOL - 1, ISSUE No. 1, Mar, 2020 by Issue Date
Now showing 1 - 5 of 5
Results Per Page
Sort Options
Item વિશિષ્ટ ગ્રંથાલય(Chainany E-Journal, 2020-03-01) Patel, Daxaવિશિષ્ટ ગ્રંથાલય એટલે વિશિષ્ટ હેતુ માટેનાં ગ્રંથાલય. જે કોઇ એક વિશિષ્ટ વિષય અથવા વિષયજૂથ સાથે સતત સંબંધ ધરાવે છે. જે વિશિષ્ટ સંસ્થાના કે જૂથના સમાન હેતુ ધરાવતા વિશિષ્ટ વિષય કે ક્ષેત્રનાં વિશિષ્ટ ઉપયોગકર્તાઓની માંગને અખંડ સેવા પૂરી પાડે છે. આવા ગ્રંથાલયો જે તે માતૃસંસ્થાના દરેક સભ્યને જરુરીયાત મુજબ માહિતી યથા સમયે પૂરી પાડવા માટે અસ્તિત્વ ધરાવે છે. તેનું મહત્વનું કાર્ય ત્વરીત સંદર્ભસેવા અને માહિતી સેવા પૂરી પાડવાનું છે. જેના કારણે તેને ‘માહિતી કેન્દ્ર' તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા ગ્રંથાલયમાં મૂળભૂત 3 તત્વો છે, જેમાં વિશિષ્ટ વાચકો, વિશિષ્ટ સંગ્રહ અને વિશિષ્ટ સ્થાનેથી વ્યક્ત થતી સેવાઓ જેનો અહિં સંગમ થાય છે. તદ્ ઉપરાંત સંશોધન કાર્યક્રમો તથા સંસ્થાકીય પ્રવૃત્તિઓને સહાય કરવાનું કામ આવા ગ્રંથાલયોનું છે. પ્રસ્તુત લેખામા વિશિષ્ટ ગ્રંથાલયનો અર્થ, તેની વ્યાખ્યાઓ, વિશિષ્ટ હેતુઓ અને વર્ગ માટેનાં ગ્રંથાલયો, વિશિષ્ટ ગ્રંથાલયની લાક્ષણિકતાઓ, કાર્યો અને વિશિષ્ટતાઓ રજુ કરેલ છે.Item ભારત-ચીનના સંબંધો:અક્સાયી ચીનના સીમા વિવાદના વિશેષ સંદર્ભમાં(Chainany E-Journal, 2020-03-01) Shrivastav, Dhruvikaભારત અને ચીન વચ્ચેના સંબંધ પ્રાચીન કાળથી જ જોવા મળેલા. આ સંબંધો બંને વચ્ચે ક્યારેક મધુર રહ્યા તો ક્યારેક તંગદિલ. તાજેતરની બનેલી કેટલીક ઘટનાઓના કારણે બંને દેશો વચ્ચેની લદ્દાખના અક્સાયી ચીનના ક્ષેત્રની સમસ્યાએ પુનઃ માથું ઉચકે તેવી સંભાવનાઓ જન્મી રહી છે. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરથી સંબંધિત ૩૭૦નો કાયદો રદ્દ કર્યો છે ત્યારથી એવી અફવાઓએ વેગ પકડયો છે કે, ટૂંક સમયમાં ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાયી ચીનને પુનઃપોતાના કબ્જા હેઠળ કરી લેશે.આવી અફવાઓની યથાર્થતાને તપાસતા પહેલા તે વિવાદને સમજવો જરૂરી છે. ભારત અને ચીન વચ્ચેના અક્સાયી ચીનના સીમા વિવાદના બીજ ખુબ પ્રાચીન સમયમાં રોપાયા હતા. ભારત અને ચીન એમ બંને જયારે ભાવી મહાસત્તાઓ બનવાની શક્યતાઓ ધરાવે છે, તેવામાં તેમની વચ્ચેની મિત્રતાએ વિશ્વરાજકારણ બહુધ્રુવીય વ્યવસ્થા અને સત્તાની સમતુલા માટે જરૂરી બને છે.આથી બને દેશો વચ્ચેના સીમા વિવાદના સંદર્ભે વરિષ્ઠ ભૂતપૂર્વ રાજદ્વારી દાઈ બિંગુઓ કે જે ભારત સાથેના આ સીમા વિવાદના સમાધાન માટેના ભારતના પ્રતિનિધિઓ સાથે થયેલી એક મુલાકાતમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. તેઓએ એક પ્રસ્તાવ ભારત સમક્ષ મૂક્યો છે, જે અનુસાર ભારતને અક્સાયી ચીનના વિસ્તાર પર નિયંત્રણ મેળવવા ચીનની સરકારને અરુણાચલ પ્રદેશનો તવાંગ જીલ્લો હસ્તક કરવો પડશે. આવા પ્રસ્તાવનો સ્વીકાર ભારત અને ભૂતાન બંને માટે અતિ નુકશાનકારક સાબિત થશે.આવા પ્રસ્તાવને આપીને ચીને ફરી પોતાની વાસ્તવિક મંશા પ્રકટ કરી છે. આ સંપૂર્ણ સીમા વિવાદને પ્રસ્તુત સંશોધન પેપરમાં આ સમજવાનો પ્રયત્ન કરાયો છે.Item મહિલા, સોશ્યલ મીડિયા અને સામાજિક પરિવર્તન(Chainany E-Journal, 2020-03-01) Acharya, Amitaભારતમાં નારીવાદ આંદોલન ઈસ: ૧૯૭૦ની આસપાસ શરુ થયું અને ઈસ: ૧૯૭૫માં વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ' મનાવવામાં આવ્યો, જેનો પ્રભાવ ભારતીય સ્ત્રીઓ પર પડયો. આજે પોતાની ઓળખ સાર્વજનિક જીવનમાં બનાવવા માટે સ્ત્રીઓ પ્રયત્નશીલ છે. સ્ત્રીઓ દ્વારા પોતાની આત્માની ઓળખની તડપના દ્રષ્ટિકોણથી નારીવાદ સાહિત્ય જન્મ્યું. સ્ત્રીએ પોતાનો પહેરવેશ, પરિસ્થિતિ, જીવનનો અનુભવ, ભોગવેલ સુખ:દુઃખને વિભિન્ન વિદ્યાઓના માધ્યમથી પોતાના લેખનમાં અભિવ્યક્ત કર્યું. આ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી કે આજીવિકા કરવાવાળી મહિલાઓની સમસ્યાઓ મુખ્યત્વે વીસમી સદીની ભેટ છે. આજની સ્ત્રી ગૃહિણી તો છે જ, ઘરની બહાર પણ કામ કરે છે. છેલ્લે તેમની સમસ્યાઓ પણ બમણી છે - એક બાજુ પારિવારિક સમસ્યાઓ છે તો બીજી બાજુ ઘરની બહારની સામાજિક સમસ્યાઓ છે અને જવાબદારી પણ, જેને તોડવામાં ઘણા પરિવાર મદદગાર બને છે તો ઘણા વિરોધી. આમ જોવામાં આવે તો સ્ત્રી પ્રાચીન સમયથી જ પરિશ્રમ કરનારી રહી છે. પરંતુ સોશ્યલ મીડિયાના માધ્યમથી આજે મહિલાઓમાં જાગૃતતા આવી છે. આજે સ્ત્રીઓ પોતાના અધિકાર માટે લડતી થઈ છે અને અન્યાય સામે અવાજ ઉઠાવતી થઈ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી જાગૃત થયેલ મહિલાઓ આજે પોતાના સમાન હક્ક પુરુષ પાસે માંગતી થઈ छे.Item Indian Women Autobiographies: An Alternate History(Chainany E-Journal, 2020-03-01) Upadhyay, ViralAn important aspect of autobiographies that makes the reading and study of such works relevant is that they can be studied as social documents and as insights into the ways in which individuals sought to present their version of “truth” as opposed to the point of view of a few select influential male members of the society which is commonly known as ‘history’. Especially, the autobiographies penned down by women take the readers on a journey of hitherto unchartered territories of female psyche which has remained neglected for the most part of our known history. In this sense, these autobiographical works act as an alternate history- a view of the world from a very different angle.Item સભ્યતા-પરંપરાના મૂળમાંથી ઉદ્ભવતી ડાયસ્પોરિક સંવેદનાની વાર્તા ‘હું બાલુભાઈ’(Chainany E-Journal, 2020-03-04) Gandhi, Hetal