ભારત-ચીનના સંબંધો:અક્સાયી ચીનના સીમા વિવાદના વિશેષ સંદર્ભમાં

Abstract
ભારત અને ચીન વચ્ચેના સંબંધ પ્રાચીન કાળથી જ જોવા મળેલા. આ સંબંધો બંને વચ્ચે ક્યારેક મધુર રહ્યા તો ક્યારેક તંગદિલ. તાજેતરની બનેલી કેટલીક ઘટનાઓના કારણે બંને દેશો વચ્ચેની લદ્દાખના અક્સાયી ચીનના ક્ષેત્રની સમસ્યાએ પુનઃ માથું ઉચકે તેવી સંભાવનાઓ જન્મી રહી છે. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરથી સંબંધિત ૩૭૦નો કાયદો રદ્દ કર્યો છે ત્યારથી એવી અફવાઓએ વેગ પકડયો છે કે, ટૂંક સમયમાં ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાયી ચીનને પુનઃપોતાના કબ્જા હેઠળ કરી લેશે.આવી અફવાઓની યથાર્થતાને તપાસતા પહેલા તે વિવાદને સમજવો જરૂરી છે. ભારત અને ચીન વચ્ચેના અક્સાયી ચીનના સીમા વિવાદના બીજ ખુબ પ્રાચીન સમયમાં રોપાયા હતા. ભારત અને ચીન એમ બંને જયારે ભાવી મહાસત્તાઓ બનવાની શક્યતાઓ ધરાવે છે, તેવામાં તેમની વચ્ચેની મિત્રતાએ વિશ્વરાજકારણ બહુધ્રુવીય વ્યવસ્થા અને સત્તાની સમતુલા માટે જરૂરી બને છે.આથી બને દેશો વચ્ચેના સીમા વિવાદના સંદર્ભે વરિષ્ઠ ભૂતપૂર્વ રાજદ્વારી દાઈ બિંગુઓ કે જે ભારત સાથેના આ સીમા વિવાદના સમાધાન માટેના ભારતના પ્રતિનિધિઓ સાથે થયેલી એક મુલાકાતમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. તેઓએ એક પ્રસ્તાવ ભારત સમક્ષ મૂક્યો છે, જે અનુસાર ભારતને અક્સાયી ચીનના વિસ્તાર પર નિયંત્રણ મેળવવા ચીનની સરકારને અરુણાચલ પ્રદેશનો તવાંગ જીલ્લો હસ્તક કરવો પડશે. આવા પ્રસ્તાવનો સ્વીકાર ભારત અને ભૂતાન બંને માટે અતિ નુકશાનકારક સાબિત થશે.આવા પ્રસ્તાવને આપીને ચીને ફરી પોતાની વાસ્તવિક મંશા પ્રકટ કરી છે. આ સંપૂર્ણ સીમા વિવાદને પ્રસ્તુત સંશોધન પેપરમાં આ સમજવાનો પ્રયત્ન કરાયો છે.
Description
Keywords
Citation