ISSUE No. 2, Jun, 2021
Permanent URI for this collection
Browse
Browsing ISSUE No. 2, Jun, 2021 by Issue Date
Now showing 1 - 6 of 6
Results Per Page
Sort Options
Item આદિવાસીઓ અને રાજકીય પ્રતિનિધિત્વ(Chainany E-Journal, 2021-06-01) Patel, dr.sanjayItem Current Situation of Women Rights(Chainany E-Journal, 2021-06-01) Kapadiya, hiralભારતના સંવિધાનના ઘડવૈયાઓએ સંવિધાનમાં વિશેષ પ્રકારે મહિલાઓના કલ્યાણને લગતી કલમો સામેલ કરી હતી. સંવિધાનની આ જોગવાઈઓ કાયદાઓ બનાવવા માટે માર્ગદર્શકરૂપ પુરવાર થાય છે. આપણું સંવિધાન ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ અમલમાં આવ્યું. સંવિધાને બક્ષેલા મૂળભૂત હક પૈકીનો એક હક કલમ ૧૯નો સમાનતાનો હક છે. સમાનતાની આ યોજના સંવિધાનીય પોતાના ત્રણ વિભાગોમાં પથરાયેલી છે. આમુખ, મૂળભૂત હક, રાજનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો. જે પૈકી અત્રે 'મહિલા અધિકારોની વર્તમાન પરિસ્થિતિ' નું આલેખન કરવામાં આવ્યું છે. જેમાં આપને મહિલા અધિકારો, કલમો, બંધારણીય જોગવાઈઓ વગેરે જોઈ શકીએ છીએ. આ કલમો કે જોગવાઈઓનો ઉપયોગ મહિલા પોતાના રક્ષણ માટે કરી શકે છે. જે ભારતમાં, રાજ્યમાં તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મહિલા અધિકારોની ગોઠવણી કરવામાં આવી હોય છે. આ સંશોધન લેખનો મુખ્ય હેતુ વર્તમાન સમયમાં મહિલાઓના હકો, અધિકારો તેમજ રક્ષણાત્મક સુરક્ષા માટે જરૂરી બંધારણીય જોગવાઈઓ જાણવો તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓની વર્તમાન પરિસ્થિતિ જાણવાનો છે, મહિલા અધિકારો, કલમો તથા કાનૂની જોગવાઈઓ હોવા છતાં વૈશ્વિક સ્તરે, ભારતમાં તથા રાજ્યમાં મહિલાઓ પ્રત્યે ભેદભાવ, દમન, શોષણ, ઊંચા યૌનશોષણ, માનસિક ત્રાસ વગેરે જેવી વૃત્તિઓનું પ્રમાણ અને તેની અસરો આપને અહીં જોઈ શકીએ છીએ. આ સંશોધન લેખમાં મહિલાઓના અધિકારોની વાત કરવામાં આવેલ હોય આ સંશોધન લેખ કાયદા, તેમજ સ્ત્રી શિક્ષણના અભ્યાસુઓને મદદરૂપ નીવડશે તથા મહિલાઓ પોતાના હકો, અધિકારો તથા બંધારણીય જોગવાઈઓ જાણી સમજી શકશે.Item મહાત્મા ગાંધી(Chainany E-Journal, 2021-06-01) Parekh, yogendraમોહનદાસ કરમચંદ ગાંધી નો જન્મ 1869 ની બીજી ઓક્ટોબરે થયો. 1869 થી 1869 સુધી ની જીવનયાત્રામાં સતત અવિરત વિકાસશીલ એવા મોહનદાસ મહાત્મા તરીકે વિશ્વમાં જાણીતા છે. તેમની પ્રથમ જીવન ચરિત્ર ફેવરેટ જોસેફ દ્વારા લખાયું ત્યારે તેમની ઉંમર 40ની હતી સમગ્ર જીવન દરમિયાન અનેક લોકોએ તેમના વિશે સંશોધનાત્મક લખેલું છે.રામનારાયણ નાગરદાસ મોહનમાંથી મહાત્મા નામનું પુસ્તક લખ્યું છે. આ શીર્ષક જ સ્પષ્ટ થાય છે કે તેમ આજે તો સમગ્ર વિશ્વમાં ગાંધી ચરીત્ર ખુબ જાણીતું છે કે મોહનદાસ કરમચંદ ગાંધી સામાન્ય માણસમાંથી અસાધારણ માણસ તરીકે આંતર બાહ્ય વિકાસ કર્યો તે માનવ જાતિના ઇતિહાસમાં અપૂર્વ ઘટના છે. 'ન ભૂતો ન ભવિષ્યતિ' તરીકે સહજ રીતે જેમનું ઉદાહરણ આપી શકાય તેવા મોહનદાસ બાળવયે ગભરુ અને શરમાળ વિદ્યાર્થી હતા. માતા-પિતાની ધર્મપરાયણતા ના કારણે તથા વ્રતપાલન માં માતાની દૃઢતાના સંસ્કાર મોહનદાસ ના ભાવજગત નું ઘડતર કરે છે. રાજચંદ્ર, ટોલ્સ્ટોય, રસ્કિન જેવાના પ્રત્યક્ષ - પરોક્ષ સંપર્કથી પ્રભાવિત બેરિસ્ટર મોહનદાસ સત્યાગ્રહી ક્રાંતિકાર બને છે. સત્ય અહિંસા અપરિગ્રહ જેવા જીવન મૂલ્યો ના પાયા ઉપર ઉપવાસ સવિનય કાનૂનભંગ અસહકાર આંદોલન જેવા રચનાત્મક કાર્યો દ્વારા દેશની જનતા ને પારદર્શી નેતૃત્વ સાંપડે છે. આ શોધપત્રમાં ગાંધીજીના જીવન ઘડતર વિશે વિસ્તારથી લખ્યું છે.Item દિલ્હીની ગાદીનો છેલ્લો હિન્દુ શાસક – પૃથ્વીરાજ ચૌહાણ(Chainany E-Journal, 2021-06-01) Chaudhary, Sonal; Navakar, Prafulપૃથ્વીરાજ ત્રીજો જેને ઇતિહાસમાં ‘રાયપિથોરા’ તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય અને મહત્વપૂર્ણ સ્થાન માટે તેણે પ્રેમ તથા યુદ્ધમાં કરેલ પરાક્રમો કે જે ઉત્તર ભારતમાં વીરકથા તથા વીરલોક સાહિત્યમાં અજોડ સ્થાન ધરાવે છે, ક્ષમાવીર ક્ષત્રિય રાજા તરીકે અને તેણે કરેલ ભૂલોના કારણે દિલ્લી અને ક્રમબદ્ધ ભારત જે પરાધીન થતું ગયું તથા વિદેશ સત્તાના મંડાણ માટે જ તેટલો જવાબદાર ગણીને તેને યાદ કરવામાં આવે છે. આ સમયની જે ભારતની સ્થિતિ હતી, એ પણ ભારતમાં સલ્તનતનાં મંડાણ માટે જવાબદાર છે. ચંદ્રબરદાઈ નામના તેના દરબારી કવિએ તેના પ્રસિદ્ધ મહાકાવ્ય “પૃથ્વીરાજ રાસો” તેને અમર બનાવી દીધો છે, તો આ સાથે જયાનકનું “પૃથ્વીરાજ વિજય”, જૈન ગ્રંથ, મુસ્લિમ ગ્રંથકારોના ગ્રંથમાં તથા શીલાલેખોમાં પણ તેના વિશે ઉલ્લેખો કરવામાં આવેલ છે.Item સ્વરૂપાનુસંધાન: એક અધ્યયન(Chainany E-Journal, 2021-06-01) Shah, swatiItem કચ્છી વહાણવટી કાનજી માલમ(Chainany E-Journal, 2021-06-01) Vora, Mihirકચ્છી વહાણવટી કાનજી માલમની વાતો વિશે બહુ જાણવા મળ્યુ નથી ગુજરાતના વહાણવટીઓના ઇતિહાસમાં કાનજી માલમનું નામ મોટું છે, અને ગુજરાતના અનેક ઇતિહાસકારો અને લેખકોએ આના વિશે લખ્યું છે પણ તેમાં અમુક વાત નો ઉમેરો કરવો જરૂરી છે મેં માહિતી ઉમેરવાની કોશિશ કરી છે.