દિલ્હીની ગાદીનો છેલ્લો હિન્દુ શાસક – પૃથ્વીરાજ ચૌહાણ
No Thumbnail Available
Date
2021-06-01
Authors
Journal Title
Journal ISSN
Volume Title
Publisher
Chainany E-Journal
Abstract
પૃથ્વીરાજ ત્રીજો જેને ઇતિહાસમાં ‘રાયપિથોરા’ તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતીય
ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય અને મહત્વપૂર્ણ સ્થાન માટે
તેણે પ્રેમ તથા યુદ્ધમાં કરેલ પરાક્રમો કે જે ઉત્તર ભારતમાં વીરકથા તથા વીરલોક સાહિત્યમાં
અજોડ સ્થાન ધરાવે છે, ક્ષમાવીર ક્ષત્રિય રાજા તરીકે અને તેણે કરેલ ભૂલોના કારણે દિલ્લી અને
ક્રમબદ્ધ ભારત જે પરાધીન થતું ગયું તથા વિદેશ સત્તાના મંડાણ માટે જ તેટલો જવાબદાર ગણીને
તેને યાદ કરવામાં આવે છે. આ સમયની જે ભારતની સ્થિતિ હતી, એ પણ ભારતમાં સલ્તનતનાં
મંડાણ માટે જવાબદાર છે. ચંદ્રબરદાઈ નામના તેના દરબારી કવિએ તેના પ્રસિદ્ધ મહાકાવ્ય
“પૃથ્વીરાજ રાસો” તેને અમર બનાવી દીધો છે, તો આ સાથે જયાનકનું “પૃથ્વીરાજ વિજય”, જૈન
ગ્રંથ, મુસ્લિમ ગ્રંથકારોના ગ્રંથમાં તથા શીલાલેખોમાં પણ તેના વિશે ઉલ્લેખો કરવામાં આવેલ છે.