VOL - 1, ISSUE No. 2, Jun, 2020
Permanent URI for this collection
Browse
Recent Submissions
Item વૈશ્વિકતા માટે શાંતિ અને સંવાદનું શિક્ષણ(Chainany E-Journal, 2020-06-01) Maheta, jagrutiItem મોહન પરમારની 'થળી' અને 'કુંભી' વાર્તામાં દલિત ચેતના(Chainany E-Journal, 2020-06-01) Bhavshar, rimaદલિત ચેતનામાં પીડિત અને દબાયેલું વ્યક્તિત્વ ધરાવતા પાત્રોને લઈને મોહન પરમાર વાર્તાની રચના કરે છે. દલિત સમાજના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય મોહન પરમારે કર્યું છે. મોહન પરમારની ‘કોલાહલ’,‘નકલંક’,‘કુંભી’,'અંચળો' વગેરે વાર્તાસંગ્રહમાં દલિતચેતના દર્શાવવામાં આવી છે. થળી વાર્તામાં દલિત પરણેતર રેવીનું થતું જાતીય શોષણ જોવા મળે છે. આ શોષણ સામે પણ રેવીને લડતી બતાવવામાં આવી છે. આધુનિક સમયની નારીનું ચિત્ર ઉપસી આવ્યું છે.'થળી' વાર્તામાં માનસિંહનું સ્વાર્થી, દંભી, નીરસ વ્યક્તિત્વ ઉપસાવવામાં આવ્યું છે. આજના સમાજના માનસિંહનું ચિત્ર આપવાની કોશિશ થયેલી છે. વાર્તામાં પરિવેશ, પરિસ્થિતિ અને પાત્રને પ્રસંગોચિત ઉત્તર ગુજરાતની તળ બોલીમાં રચના કરી આપી છે. રેવીને અહિ મક્કમ અને સમાજની આબરૂ રાખનાર બતાવી છે.' કુંભી 'વાર્તામાં નવી વહુના આગમન સાથે જૂની વહુના ચિત્તમાં ચાલતા ઊથલપાથલને બતાવવામાં આવ્યા છે. મનુષ્યને સ્થિર ઊભા રહેવા માટે પણ કોઈ આધારની જરૂર પડે છે. તે જ રીતે મોહન પરમારની વાર્તામાં પણ તેમના પાત્રોને ટેકો આપવા માટે પરિસ્થિતિ અને સમયને આધારે સાહસ દર્શાવતા પાત્રો પણ આપવામાં આવ્યા છે. વાર્તાના પાત્રો દલિત, પીડિત અને દરિદ્ર હોવા છતાં તે લાચાર કે દયા હીન નથી પરંતુ તેમનામાં આત્મ- સન્માનની ભાવના દેખાડવામાં આવી છે.Item Role of Cloud Computing in Big Data Handling in Context with Library Science – Theoretical Aspects(2020-06-01) Joshi, ankitNow a days there is a lot of changes take place in the environment, library is known as a storage house of knowledge and people does not ignore the importance of library but now a day’s people doesn’t have a time because of their busy schedule life, so they does not come at place where library is established but they access knowledge by using virtual source. Cloud is a technology which gives numerous benefits to the users just like large scale data storing, back up storing capacity, prevention from uncertain event. Big data can be stored at library websites and their virtual resource and that data is to be safely stored with the help of cloud computing technology. Cloud computing technology is a technology which provides a virtual platform on the library websites and manages all the data which is accessible promptly by using internet. Cloud services provider provides services to client and payment is according to “pay as peruse “ so in big data handling is easy with the help of using cloud computing technology in library science. Now a day’s library are very powerful in their E- content and therefore E- content can also upload and manage with the help of cloud computing services. Cloud computing gives numerous benefits to library sciences.Item ગ્રંથાલય અને કમ્પ્યુટર નેટવર્ક(Chainany E-Journal, 2020-06-02) Vyas, dr. priyanki; Patel, dakshaટેક્નોલોજીના આ યુગમાં કમ્યુટર અને ટેલિકોમ્યુનિકેશનનો વિકાસ વધવાની સાથે માહિતીની આપ-લે ઝડપી બની છે. દુર દુરના વિસ્તારોમાં માહિતી થોડી જ સેકન્ડમાં મોકલી શકાય છે. વૈશ્વિક જોડાણ કરીને વ્યક્તિઓ એક બીજાની ખુબ નજીક આવી ગયા છે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટ દ્વારા એક થી વધારે વ્યક્તિ, જૂથ, સંગઠન અને ગ્રંથાલયોના સમાન હેતુઓને સિધ્ધ કરવા માટે નેટવર્કની રચના કરવામાં આવે છે. આધુનિક માહિતીને નેટવર્ક અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગ્રંથાલયોના જોડાણ દ્વારા આધુનિક સેવાઓ આપી શકાય છે. માહિતીસ્ત્રોતો, કિમતી પ્રકાશનો, બજેટ વગેરે માર્યાદિત હોવા છતાં પોતાના ઉપયોગકર્તાઓને અદ્યતન માહિતી સેવાઓ તુરંત પુરી પાડવામાં નેટવર્કનો મોટો ફાળો છે. સહભાગી પુસ્તકાલયોમાં ઉપલબ્ધ સ્ત્રોતોની વહેંચણી કરી માહિતી અને સેવાઓ વિવિધ પ્રકારના ગ્રંથાલયો કે સંસ્થાઓના ઉપયોગકર્તાને મેળવી આપે છે. જુદા જુદા શહેરોમાં હાલમાં વિવિધ ગ્રંથાલય નેટવર્ક કામ કરી રહ્યા છે. કમ્પ્યુટર નેટવર્ક એ એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટરનું એક જૂથ છે, જે એક કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટર સાથે જોડાણ કરી વાતચીત કરવા અને તેમના સંસાધનો, ડેટા અને એપ્લિકેશને શેર કરવા માટે સક્ષમ બનાવે છે. જયારે કમ્પ્યુટર નેટવર્કને ભૌગોલિક વિસ્તાર મુજબ વર્ગીકૃત કરી શકાય છે. સ્થાનિક વિસ્તાર માટે લોકલ એરીયા નેટવર્ક ઉપયોગી બને છે. વ્યક્તિગત નેટવર્ક માટે પર્સનલ એરિયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભૌગોલિક વિસ્તાર માટે મેટ્રોપોલિટી એરિયા નેટવર્ક તેમજItem એકવીસમી સદીમાં ઉચ્ચ શિક્ષણ(Chainany E-Journal, 2020-06-01) Parekh, dr. yogendra