ISSUE No. 4, Dec, 2021

Permanent URI for this collection

Browse

Recent Submissions

Now showing 1 - 5 of 5
  • Item
    Angela Merkel – World’s Most Influential Leader
    (Chainany E-Journal, 2021-12-01) Rajput, Bhagyashree
    વર્ષ-2020ની ફોર્બ્સ મેગેઝીનની યાદીમાં પ્રથમ ક્રમે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા તરીકે બિરુદ પામેલ સત્તાધારી મહિલા એટલે એન્જેલા મર્કેલ. જર્મની (Germany) જેવા વિકસિત દેશમાં 2005માં સૌ પ્રથમ મહિલા અને પ્રથમ પૂર્વ જર્મન ચાન્સેલર બનનાર મર્કેલ આજ દિન સુધી એ પદ શોભાવી રહ્યા છે. આ જ બાબત તેઓની પ્રતિભાને દર્શાવે છે. 1986માં ક્વોન્ટમ રસાયણશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી અને 1989 સુધી સંશોધન વૈજ્ઞાનિક તરીકે મહત્વની કામગીરી હાથ ધરી. ભૌતિકશાસ્ત્રી તરીકે પ્રશિક્ષિત એન્જેલા 1989માં બર્લિનની દિવાલના પતન પછી રાજકારણમાં પ્રવેશ્યા હતા. લોકશાહી જાગૃતિ, જર્મની માટે જોડાણ કે કોઈ મહત્વના કરાર પર તેઓનું તાર્કિક વલણ રહ્યું છે. ખ્રિસ્તી લોકશાહી સંઘ (Christian Democratic Union - CDU)માં ડેમોક્રેટિક એલાયન્સનું વિલીનીકરણ, મહિલા અને યુવાઓને લગતી મહત્વની બાબતો, વિદેશી નીતિ, આતંકવાદ, સ્થળાંતર કરનારાઓ અને શરણાર્થીઓને આવકારવા, યુરોપીયન દેવાની કટોકટીનું સંચાલન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર મહત્વના કાર્યો કર્યા છે. મોટાભાગના સામાજિક રાજકીય કાર્યોમાં અગ્રેસર હોવા છતાં ઘણાં મહત્વના નિર્ણયો તથા અન્ય દેશો સાથેના વાટાઘાટો-કરારો કર્યા બાદ અનેક ટીકાકારોનો સામનો પણ કરવો પડ્યો છે. ઉપરાંત પોતાના જ પક્ષના અનેક સાંસદોના અસંતોષ છતાં તેઓ અડીખમ રહી સક્રિયપણે સામાજિક-રાજકીય જવાબદારીઓ નિભાવવામાં સક્ષમ બન્યા છે. જર્મનીના નાગરીકો પ્રત્યેની દેખભાળ, સહાનુભૂતિપૂર્ણ અને નિર્ણાયક અભિગમને કારણે તેઓને “મુત્તી” (“Mutti" - mother) તરીકેનું ઉપનામ પ્રાપ્ત થયું છે. પ્રસ્તુત લેખમાં જર્મનીના પ્રતિષ્ઠિત એન્જેલા મર્કેલના જીવનચરિત્રને આલેખવાનો હેતુ રહેલો છે. તેઓના વ્યક્તિગત જીવન, પારિવારિક, રાજકીય જીવનને વર્ણવ્યુ છે. તેમજ સશક્ત મહિલા નેતા તરીકે તેઓના મહત્વના કાર્યોને રજૂ કરવાનો પ્રયત્ન કરેલ છે.
  • Item
    બ્લોગઃ અભિવ્યક્તિની આત્મનિર્ભરતા બક્ષતો ડિજિટલ'ચરખો'
    (Chainany E-Journal, 2021-12-01) Vyas, digish
    માનવીએ પોતાની વાત અન્ય માનવી સુધી પહોંચાડવા માટે અનેક માધ્યમો વિકસાવ્યાં છે. માનવીએ પ્રત્યાયન માટે ઈશારાયુગથી ઇન્ટરનેટ યુગ સુધીની સુદીર્ઘ સફર ખેડીને વધુ ને વધુ આધુનિક માધ્યમો વિકસાવ્યાં છે. આજે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના સંગમે પ્રત્યાયનની પ્રક્રિયાને અત્યંત ઝડપી, વિશ્વવ્યાપી અને એકદમ આસાન બનાવી દીધી છે. સોશિયલ મીડિયાના શોરબકોર વચ્ચે પણ પોતાની વાત વિગતે અને ગંભીરતાપૂર્વક મૂકવા માટે બ્લોગ નામનું એક માધ્યમ ઉપલબ્ધ બન્યું છે. બ્લોગ થકી વ્યક્તિ અભિવ્યક્તિની પૂર્ણ આઝાદી ભોગવી શકે છે. ગાંધીજીએ આર્થિક સ્વાવલંબન માટે ચરખાનો પ્રચાર-પ્રસાર કરેલો, ગાંધીજી આજે હયાત હોત તો અભિવ્યક્તિના સ્વાવલંબન માટે તેમણે બ્લોગની હિમાયત ચોક્કસપણે કરી જ હોત. બ્લોગ અને ચરખા વચ્ચે સરખામણી કરતા કહી શકાય કે બ્લોગ અભિવ્યક્તિની આત્મનિર્ભરતા બક્ષતો 'ડિજિટલ' ચરખો છે. નાગરિક પત્રકારત્વ માટે પણ બ્લોગ શ્રેષ્ઠ માધ્યમ પુરવાર થઈ રહ્યો છે. બ્લોગે આરબ-વસંત અને અન્ય આંદોલનોમાં એક માધ્મય તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
  • Item
    Human Ecological Introduction of Fishermen Community of Gujarat
    (Chainany E-Journal, 2021-12-01) Chauhan, Paresh
    હજીરાથી ઘોઘા વચ્ચેની રોરો ફેરી સર્વિસ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રમાં અવરજવર કરતા પ્રવાસીઓ અને વેપારીઓ માટે સમય અને ખર્ચની બચતની દ્રષ્ટિએ મહત્વની બનતી જાય છે. વિકાસ થતો જશે તેમ તેમ દરિયાનું મહત્વ વધશે. વૈશ્વીકરણના આ યુગમાં હવે આપણા દેશમાં પહેલા કરતાં વધુ પરદેશી અને પરદેશમાં વસતા ભારતીયો આવવા લાગ્યા છે. તેમાંથી ઘણા લોકો અહીં માંસાહાર અને દરિયાઈ ફૂડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આથી માંસાહાર ખોરાક આપનારી રેસ્ટોરન્ટ, હોટલો વધી છે. ભારતમાં પણ લોકો પહેલાની તુલનામાં વધુ પ્રમાણમાં માંસાહાર કરવા લાગ્યા છે. આવી સ્થિતિમાં મત્સ્યોધોગ વિકસિત હોવો જરૂરી છે. પરંતુ ભારતમાં માછીમારોનો સમાજ 'વંચિત' સમૂહ છે (ચૌહાણ : 2018). આ બાબતને સમજવા અહીં ગુજરાતના દરિયા કિનારા, બંદરો, મત્સ્યોધોગ, જુદા-જુદા વિસ્તારોમાં માછીમાર સમુદાયો સંબંધિત માનવ પરિસ્થિતિશાસ્ત્રીય નિરીક્ષણો પ્રસ્તુત કર્યા છે. જે દ્વારા માછીમારોના સમુદાય વિશે વિસ્તૃત માહિતી આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
  • Item
    “And Then There Were None” to “Gumnaam”: Critical Review of the Literary Adaptation
    (Chainany E-Journal, 2021-09-01) Pathak, Shivam; Kaushik, Narendra
    Agatha Christie’s novels are widely praised throughout the world. Be it “The Man in the Brown Suit”, “The Secret of Chimneys”, “The Mysterious Mr. Quin”, “The Hound of Death”, “The Murder at the Vicarage”, “Sleeping Murder”, and many other in line. Among other foreign writers, Christie too has managed to occupy a significant space in almost every part of the globe including the subcontinent of India. With the passage of time the literary adaptation of novels into different mediums of art is becoming more frequent. This trend has not left any part of the world untouched. As the time passes by the plant of this trend is grooming new flowers of great creations. In order to develop a better understanding of this subject-cum-trend this research studies various dimensions and perspectives related to it. It evaluates the literary adaptation of Agatha’s “And Then There Were None” in context of the Bollywood movie “Gumnaam”. The parametres or elements invoked for the research will be point of view, narrative, foreshadowing, conflict, setting, plot, character, motif, and theme