ISSUE No. 3, Sep, 2021

Permanent URI for this collection

Browse

Recent Submissions

Now showing 1 - 6 of 6
  • Item
    સત્યાગ્રહ મીમાંસા
    (Chainany E-Journal, 2021-09-01) Parekh, yogendra
    સારાંશ: આધુનિક વિશ્વમાં મહાત્મા ગાંધીજીના જીવનકાર્યને કારણે "સત્યાગ્રહ” શબ્દને વૈશ્વિક ઓળખ મળી છે.સત્યાગ્રહ એટલે રેલી ઉપવાસ કે આંદોલન જેવી ધારણાઓ અધુરી સમાજની નિશાની છે. સત્ય- આગ્રહ એવા બે શબ્દોના સમાસ થી બનેલો શબ્દ "સત્યાગ્રહ" આગવી સમજ અને ઇતિહાસ ધરાવે છે. સત્યાગ્રહનું તાત્વિક અર્થઘટન મર્મ સર્વથા પ્રેરક છે. જાહેરજીવનમાં સક્રિય લોકો માટે જ નહીં પણ જીવનશૈલી સંદર્ભે પણ સત્યાગ્રહનું મહત્વ વ્યક્તિ જીવનમાં પણ ઓછું નથી. દક્ષિણ આફ્રિકામાં જાહેર ચળવળ નિમિત્તે ઉદય પામેલો શબ્દ 'સત્યાગ્રહ' આજે પણ અસરકારક ભૂમિકાએ અભ્યાસ કરવા માટે પ્રેરે છે. ગાંધીજીના અંતેવાસી અને સત્યાગ્રહી શિષ્ય વિનોબા ભાવેએ પણ સત્યાગ્રહ વિશે મૂલ્યવાન ચિંતન આપ્યુ છે. સત્યાગ્રહીની ક્રાંતિકારી મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનમાં સત્યાગ્રહ વણાઈ ચૂક્યો હતો. આપણે અહીં સત્યાગ્રહ મીમાંસા' દ્વારા અપૂર્વ કહી શકાય એવા ગાંધીમાર્ગને સમજવાનો ઉપક્રમ છે.
  • Item
    અનુઆધુનિક: સંજ્ઞા, વિભાવના અને ઘડતરબળો
    (Chainany E-Journal, 2021-09-01) Solanki, Avani
    આધુનિકતા પછીના સમયને આપણે અનુઆધુનિક યુગ તરીકે ઓળખીએ છીએ.1986 પછીના સમયને અનુઆધુનિક સમય સંજ્ઞા મળેલી છે. વીસમી સદીના અંતિમ ચરણના પ્રજાજીવનના પ્રવાહો અને સાહિત્યને સમજવાનો સૈદ્ધાંતિક પ્રયાસ અત્રે કરવામાં આવ્યો છે .
  • Item
    શહેરો: અર્થશાસ્ત્ર માટે નવા અભિગમથી
    (Chainany E-Journal, 2021-09-01) Chhaya,Kruti
    લેખસાર: અર્થશાસ્ત્ર એ ગતિશીલ એવું સમાજશાસ્ત્ર છે. સમયની સાથે તેનાં પરિમાણો અને સંદર્ભો પણ બદલાય છે. આધુનિક ભારતમાં શહેરો તેની સંખ્યા, કુલ વસ્તીમાં ફાળો અને આર્થિક વિકાસનાં કેન્દ્રો તરીકે મુખ્ય ભૂમિકામાં આવે છે. શહેરો પ્રત્યેનો વિકાસલક્ષી અર્થશાસ્ત્રનો અભિગમ પણ બદલાયો છે. હવે વિકાસનાં ફળસ્વરૂપ ફરજિયાત પ્રદૂષણ, વસ્તીગીચતા વગેરે જેવા મુદ્દાઓ માટે જ શહેરોનો અભ્યાસ મર્યાદિત નથી રહ્યો પણ આયોજનબદ્ધ માનવ વસાહતનો વિકાસ, રોજગારની તકો, સામાજિક આર્થિક વિકાસની સમાન તકો જેવા નવા અને વૈવિધ્યપૂર્ણ હેતુઓ સાથે શહેરો પ્રત્યે જોવાની દ્રષ્ટિ કેળવાઈ રહી છે. પ્રસ્તુત લેખ શહેરો અને અર્થતંત્ર વચ્ચેના સંબંધ ઉપર વિચાર કરે છે, જેમાં શહેરો અને શહેરીકરણને આર્થિક સમસ્યાઓ દૂર કરવાના સાધન તરીકે પણ જોવાયાં છે.
  • Item
    Vaccine: Socio-Cultural Perspective
    (Chainany E-Journal, 2021-09-01) Rajput, bhagyashree
    રસી એ જે-તે રોગચાળા સામે માનવ અસ્તિત્વને ટકાવી રાખનાર અગત્યનું સંસાધન છે. ઐતિહાસિક દ્રષ્ટીએ જોઈએ તો, માનવસમાજ અનેક ચેપી રોગોનો સામનો કરતો આવ્યો છે અને હાલ પણ કરી જ રહ્યું છે. આરોગ્ય જાળવી રાખવા, ચેપી રોગોનો ફેલાવો થતો અટકાવવા રસીની શોધખોળ, રસી કાર્યક્રમો, રસીકરણની જાગૃતિ, વિકાસ અને અમલીકરણ શરૂ થયું. જેથી ચેપી રોગકારક જીવાણુંઓથી માનવ શરીરને બચાવી શકાય છે. કેટલીક વાર રસીની વિઘાતક અસરો થતા નવા પડકારો ઉભા થાય છે. જેની સામાજિક-સાંસ્કૃતિક અસરો થતી જોવા મળે છે. વર્તમાન સમયમાં મોટાભાગના દેશના લોકો નોવેલ કોરોના વાયરસ મહામારીથી પીડાઈ રહ્યા છે. સમગ્ર માનવસમાજને હચમચાવી નાખનાર ‘નોવેલ કોરોના વાયરસ' મહામારી એ સમાજના બધા જ ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. ભલે તે ગરીબ હોય કે મૂડીપતિ, ઉચ્ચ વર્ગનો હોય કે મધ્યમ કે નિમ્ન વર્ગનો, શ્વેત હોય કે અશ્વેત – એમ બધા જ સમાજના લોકો પર પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે ગંભીર અસરો ઉપજાવી છે. ડિસેમ્બર ૨૦૧૯માં SARS-CoV-2 (Severe Acute Respiratory Syndrome Coronavirus 2) વાયરસના ઉદભવ તથા તેના ઝડપી ફેલાવો થવાથી વૈજ્ઞાનિકોને રસીની જરૂરિયાત જણાઈ. ભારત સરકાર દ્વારા લોકડાઉન (જનતા કર્યું) લાગુ કરવામાં આવ્યું. અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. રસી જેવી કે, કોવિશિલ્ડ, કોવેક્સીન, સ્પુટનિક-વી પ્રત્યેક નાગરિકને સરળ રીતે મળી રહે તે હેતુથી અનેક અભિયાનો ચલાવવામાં આવ્યા. રસી લીધેલ વ્યક્તિઓ અને રસી ન લીધેલ વ્યક્તિઓ પર અને સમાજના જુદા-જુદા ભાગો જેમ કે, કુટુંબ, લગ્ન, ધર્મ, શિક્ષણ, અર્થવ્યવસ્થા, ધોરણો, મૂલ્યો, પ્રથા-તહેવારો વગેરે પર અસરો થઇ છે. આથી પ્રસ્તુત લેખમાં રસી વિષયક સામાજિક- સાંસ્કૃતિક દૃષ્ટિકોણ રજૂ કરવાનો પ્રયત્ન કરેલ છે.
  • Item
    Underworld in Martin Scorsese and Ram Gopal Varma’s Cinema
    (Chainany E-Journal, 2021-09-01) Kaushik, dr. narendra; Kasana, ajay
    Martin Scorsese and Ram Gopal Varma have their own vision to showcase the mafia world on the silver screen. If Scorsese along with Fritz Lang, Brian De Palma, Takashi Miike, Francis Ford Coppola, and Quentin Tarantino is considered the master of gangster cinema in English, Japanese and German films Varma, Mahesh Manjrekar, Apoorva Lakhia, and Anurag Kashyap have largely portrayed the cool Mafiosi in their films in Bollywood. But nothing quite comes close to GoodFellas (1990) whose inspiration reflects in about a dozen films and television shows. Similarly, Varma is called an agent provocateur largely because of Satya (1998). Like GoodFellas, Gangs of New York (2002) is also about underworld and based on a non-fiction book. In the case of Varma, he followed Satya with Company, a film also about the rise and the end of the underworld. This research study aims to understand the process of direction and the stories of the sample films of Martin Scorsese and sample films of Ram Gopal Varma. It is to analyze the difference and similarities between their craft. The four key elements to be analyzed are portrayal of the characters, fascination of the two directors for the underworld, taking cinematic liberty to tell the story and relevance of the story in today’s time.