Browsing by Author "Kapadiya, hiral"
Now showing 1 - 2 of 2
Results Per Page
Sort Options
Item Current Situation of Women Rights(Chainany E-Journal, 2021-06-01) Kapadiya, hiralભારતના સંવિધાનના ઘડવૈયાઓએ સંવિધાનમાં વિશેષ પ્રકારે મહિલાઓના કલ્યાણને લગતી કલમો સામેલ કરી હતી. સંવિધાનની આ જોગવાઈઓ કાયદાઓ બનાવવા માટે માર્ગદર્શકરૂપ પુરવાર થાય છે. આપણું સંવિધાન ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ અમલમાં આવ્યું. સંવિધાને બક્ષેલા મૂળભૂત હક પૈકીનો એક હક કલમ ૧૯નો સમાનતાનો હક છે. સમાનતાની આ યોજના સંવિધાનીય પોતાના ત્રણ વિભાગોમાં પથરાયેલી છે. આમુખ, મૂળભૂત હક, રાજનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો. જે પૈકી અત્રે 'મહિલા અધિકારોની વર્તમાન પરિસ્થિતિ' નું આલેખન કરવામાં આવ્યું છે. જેમાં આપને મહિલા અધિકારો, કલમો, બંધારણીય જોગવાઈઓ વગેરે જોઈ શકીએ છીએ. આ કલમો કે જોગવાઈઓનો ઉપયોગ મહિલા પોતાના રક્ષણ માટે કરી શકે છે. જે ભારતમાં, રાજ્યમાં તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મહિલા અધિકારોની ગોઠવણી કરવામાં આવી હોય છે. આ સંશોધન લેખનો મુખ્ય હેતુ વર્તમાન સમયમાં મહિલાઓના હકો, અધિકારો તેમજ રક્ષણાત્મક સુરક્ષા માટે જરૂરી બંધારણીય જોગવાઈઓ જાણવો તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓની વર્તમાન પરિસ્થિતિ જાણવાનો છે, મહિલા અધિકારો, કલમો તથા કાનૂની જોગવાઈઓ હોવા છતાં વૈશ્વિક સ્તરે, ભારતમાં તથા રાજ્યમાં મહિલાઓ પ્રત્યે ભેદભાવ, દમન, શોષણ, ઊંચા યૌનશોષણ, માનસિક ત્રાસ વગેરે જેવી વૃત્તિઓનું પ્રમાણ અને તેની અસરો આપને અહીં જોઈ શકીએ છીએ. આ સંશોધન લેખમાં મહિલાઓના અધિકારોની વાત કરવામાં આવેલ હોય આ સંશોધન લેખ કાયદા, તેમજ સ્ત્રી શિક્ષણના અભ્યાસુઓને મદદરૂપ નીવડશે તથા મહિલાઓ પોતાના હકો, અધિકારો તથા બંધારણીય જોગવાઈઓ જાણી સમજી શકશે.Item International Organizations and Women’s Security(Chainany E-Journal, 2022-03-01) Kapadiya, hiralભારતીય સમાજમાં સ્ત્રીને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, એમ છતાં સૌથી વધુ વિશ્વમાં જો અપરાધના કે હત્યાના કિસ્સા બનતા હોય તો તેનું કેન્દ્ર સ્થાન સ્ત્રી જ જોવા મળે છે. સ્ત્રી પર હત્યા, બળાત્કાર, ઘરેલું હિંસા, હેરાનગતિ, છેડતી વગેરે જેવા બનાવો થતાં જોવા મળે છે. જેના સામે સ્ત્રીને મહિલા અધિકાર આપવામાં આવેલા છે કે જેના આધારે સ્ત્રી પોતાનો સ્વ બચાવ કરી શકે. આ અધિકારો દરેક જગ્યાએ અલગ જોવા મળે છે. દરેક દેશ કે રાજ્યના પોતાના અલગ કાયદા કાનૂન આવેલા હોય છે જેને કેન્દ્રમાં રાખીને આરોપીને યોગ્ય દંડ તથા સજાની જોગવાઈ કરવામાં આવે છે. આવી સજા કેટલાક દેશોમાં મૃત્યુદંડ કે ફાંસી, આજીવન કેદ વગેરે હોય શકે છે અને આવી સજાઓ આરોપીના કરેલ ગુના પર આધાર રાખે છે. વિવિધ દેશોમાં પોતાના અલગ મહિલા અધિકારો તથા મહિલા સુરક્ષાની ધારા ઘડવામાં આવેલી હોય છે. અહી આપણે વિવિધ દસ્તાવેજો તથા હક્કો, અધિકારોની વાત કરેલ છે. આપણે જોઈ શકીએ છીએ કે મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને અધિકારો કે હક્કો બનાવવામાં આવેલા છે તેના ઉપયોગથી કેટલી મહિલાઓએ પોતે સ્વ રક્ષણ કર્યું છે. લિંગ સમાનતા પર મુખ્ય વૈશ્વિક નીતિ દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે. તે મહિલાઓની પ્રગતિ અને ચિંતાના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં લિંગ સમાનતાની સિદ્ધિ માટે વ્યૂહાત્મક ઉદ્દેશ્યો અને ક્રિયાઓ નક્કી કરે છે.સ્ત્રીઓ અને ગરીબ મહિલાઓનું શિક્ષણ અને તાલીમ, મહિલા અને આરોગ્ય મહિલાઓ સામે હિંસા, મહિલા અને સશસ્ત્ર સંઘર્ષ, મહિલા અને અર્થતંત્ર, સત્તા અને નિર્ણય લેવામાં મહિલાઓ, મહિલાઓની પ્રગતિ માટે સંસ્થાકીય માળખું,સ્ત્રીઓના માનવ અધિકાર, મહિલાઓ અને મીડિયા, સ્ત્રીઓ અને પર્યાવરણ વગેરે પર કોન્ફરન્સ રાજકીય સમજૂતીઓ પર બનેલી છે. જે મહિલાઓ પરની અગાઉની ત્રણ વૈશ્વિક પરિષદોમાં પહોંચી હતી, અને કાયદામાં અને વ્યવહારમાં પુરુષો સાથે મહિલાઓની સમાનતાને સુરક્ષિત કરવાના હેતુથી પાંચ દાયકાની કાનૂની પ્રગતિને એકીકૃત કરી હતી.જેના આધારે મહિલા સુરક્ષા મેળવી શકે છે.આમ, આપણે વિવિધ મહિલાસુરક્ષા માટે પર્યાપ્ત અધિકારો કે હક્કો અહી જોઈ શકીએ છીએ.આ સ્ત્રોત દ્રિતીય સ્ત્રોત દ્વારા લેવામાં આવેલ છે જે મહિલાઓને ન્યાય અપાવવા માટે કે સુરક્ષા માટે કેવા કાયદા- કાનૂન નિમેલા છે તે અહી રજૂ કરેલ છે.