VOL - 2, 2021
Permanent URI for this community
Browse
Browsing VOL - 2, 2021 by Author "Chauhan, Paresh"
Now showing 1 - 1 of 1
Results Per Page
Sort Options
Item Human Ecological Introduction of Fishermen Community of Gujarat(Chainany E-Journal, 2021-12-01) Chauhan, Pareshહજીરાથી ઘોઘા વચ્ચેની રોરો ફેરી સર્વિસ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રમાં અવરજવર કરતા પ્રવાસીઓ અને વેપારીઓ માટે સમય અને ખર્ચની બચતની દ્રષ્ટિએ મહત્વની બનતી જાય છે. વિકાસ થતો જશે તેમ તેમ દરિયાનું મહત્વ વધશે. વૈશ્વીકરણના આ યુગમાં હવે આપણા દેશમાં પહેલા કરતાં વધુ પરદેશી અને પરદેશમાં વસતા ભારતીયો આવવા લાગ્યા છે. તેમાંથી ઘણા લોકો અહીં માંસાહાર અને દરિયાઈ ફૂડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આથી માંસાહાર ખોરાક આપનારી રેસ્ટોરન્ટ, હોટલો વધી છે. ભારતમાં પણ લોકો પહેલાની તુલનામાં વધુ પ્રમાણમાં માંસાહાર કરવા લાગ્યા છે. આવી સ્થિતિમાં મત્સ્યોધોગ વિકસિત હોવો જરૂરી છે. પરંતુ ભારતમાં માછીમારોનો સમાજ 'વંચિત' સમૂહ છે (ચૌહાણ : 2018). આ બાબતને સમજવા અહીં ગુજરાતના દરિયા કિનારા, બંદરો, મત્સ્યોધોગ, જુદા-જુદા વિસ્તારોમાં માછીમાર સમુદાયો સંબંધિત માનવ પરિસ્થિતિશાસ્ત્રીય નિરીક્ષણો પ્રસ્તુત કર્યા છે. જે દ્વારા માછીમારોના સમુદાય વિશે વિસ્તૃત માહિતી આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.