ISSUE No. 2, Jun, 2022
Permanent URI for this collection
Browse
Browsing ISSUE No. 2, Jun, 2022 by Author "Shah, swati"
Now showing 1 - 1 of 1
Results Per Page
Sort Options
Item સુંદરકાણ્ડ અને પર્યાવરણ: સાંસ્કૃતિક દૃષ્ટિકોણ(Chainany E-Journal, 2022-06-01) Shah, swatiસાંસ્કૃતિક સાહિત્યિક કૃતિઓમાં કુદરતી તત્ત્વો; જેવાં કે, પર્વતો, વૃક્ષો, વેલીઓ, પુષ્પો, વનો અને ઉપવનો, સમુદ્ર, નદીઓ, સરોવરો અને તળાવોનાં આકર્ષક વર્ણનો પ્રાપ્ત થાય છે. આ કૃતિઓમાં પ્રાકૃતિક તત્ત્વો અને મનુષ્યજીવન એકમેક સાથે સતત અને સહજ રીતે સંકળાયેલું જોઈ શકાય છે. ખાસ કરીને રામાયણના સુંદરકાણ્ડમાં આલેખાયેલ લંકાના પર્યાવરણ વિષયક સુંદર ચિત્રાત્મક વર્ણનો તેનું સચોટ ઉદાહરણ છે. વાલ્મીકિ રચિત આદિકાવ્ય રામાયણમાં પર્યાવરણીય તત્ત્વોના અદ્ભુત વર્ણનની સાથે પર્યાવરણની કાળજી અને મનુષ્યની પ્રકૃતિ સાથેની સહાવસ્થા જોવા મળે છે. આધુનિક સમયમાં માનવી અનેકવિધ પર્યાવરણીય સમસ્યાઓનો ભોગ બની રહ્યો છે અને પ્રાકૃતિની વિષમાવસ્થાથી ઉદ્ભવતા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પર્યાવરણ વિશે સમજવું આવશ્યક છે.