ISSUE No. 2, Jun, 2022
Permanent URI for this collection
Browse
Browsing ISSUE No. 2, Jun, 2022 by Author "Rajput, Bhagyashree"
Now showing 1 - 1 of 1
Results Per Page
Sort Options
Item Sharmila Rege: Sociologist and Social Activist(Chainany E-Journal, 2022-06-01) Rajput, Bhagyashree‘સ્ત્રી અભ્યાસો' અને 'સ્ત્રી આંદોલનો' સાથે સંકળાયેલા એવાં પ્રખર મહિલા એટલે ‘શર્મિલા રેગે' ખૂબ જ નાની ઉંમરમાં નારીવાદી સમાજશાસ્ત્રી તરીકેની નામના મેળવનાર શર્મિલા રેગે મહિલાઓને સભાન, જાગૃત બનાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. શર્મિલાને ભારતના પહેલી હરોળના નારીવાદી વિદ્વાનોમાંના એક ગણાવી શકાય. તેનું મુખ્ય કારણ એ જ કે, તેઓએ દલિત-બહુજન મહિલાઓના હક્ક-અધિકાર માટે, સમાજમાં સમાનતા માટેના ઉમદા કાર્યો કર્યા છે. 'દલિત પરિપ્રેક્ષ્ય' ને વિકસાવી ભારતમાં જુદા-જુદા વર્ગ, જાતિ, ધર્મ વિશેના તાર્કિક વિચારો રજૂ કર્યા છે. માત્ર મહિલાઓ માટે જ નહિ પરંતુ દલિત વિદ્યાર્થીઓના અધિકારો માટે તેઓએ લડત આપી છે. છતાં સમાજે તેઓના કરેલ કાર્યોને ક્યાંક હાંસિયામાં ધકેલી દિધા છે. પિતૃસત્તાક ભારતીય સમાજમાં મહિલાઓ પર થતા શોષણ, દમન, હિંસા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરી અવાજ બુલંદ કર્યો છે. મહિલા ચળવળમાં આંબેડકરની ભૂમિકાને કેન્દ્રસ્થ રાખી હિંસાત્મક વલણો અને વિચારોનો વિરોધ કર્યો છે. કેન્સરના જીવલેણ રોગ સામે ઝઝૂમવા છતાં, શર્મિલાએ મહિલાઓના પ્રશ્નો સાથે સંકળાયેલા ડૉ. બી.આર. આંબેડકરના લેખોનું સંપાદન કરવાનું કામ કરી સમાજને નવી દિશા અર્પી છે. દલિત મહિલા ચળવળોએ સમકાલીન ભારતમાં જાતિ અને લિંગની પરંપરાગત વિચારસરણી સામે ઝૂંબેશ ચલાવી હતી. ભારતમાં નોંધપાત્ર શૈક્ષણિક સુધારા માટે, મહિલાઓને સક્ષમ બનાવવા માટે તથા હાંસિયામાં ધકેલાયેલ સમુદાયને મુખ્ય હરોળમાં લાવવા માટે શર્મિલા રેગે અવિરતપણે પ્રતિબદ્ધ રહ્યા હતા. જેમાંથી અમુક અંશ તારવીને પ્રસ્તુત લેખમાં સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કરેલ છે.