ISSUE No. 4, Dec, 2021
Permanent URI for this collection
Browse
Browsing ISSUE No. 4, Dec, 2021 by Author "Vyas, digish"
Now showing 1 - 1 of 1
Results Per Page
Sort Options
Item બ્લોગઃ અભિવ્યક્તિની આત્મનિર્ભરતા બક્ષતો ડિજિટલ'ચરખો'(Chainany E-Journal, 2021-12-01) Vyas, digishમાનવીએ પોતાની વાત અન્ય માનવી સુધી પહોંચાડવા માટે અનેક માધ્યમો વિકસાવ્યાં છે. માનવીએ પ્રત્યાયન માટે ઈશારાયુગથી ઇન્ટરનેટ યુગ સુધીની સુદીર્ઘ સફર ખેડીને વધુ ને વધુ આધુનિક માધ્યમો વિકસાવ્યાં છે. આજે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના સંગમે પ્રત્યાયનની પ્રક્રિયાને અત્યંત ઝડપી, વિશ્વવ્યાપી અને એકદમ આસાન બનાવી દીધી છે. સોશિયલ મીડિયાના શોરબકોર વચ્ચે પણ પોતાની વાત વિગતે અને ગંભીરતાપૂર્વક મૂકવા માટે બ્લોગ નામનું એક માધ્યમ ઉપલબ્ધ બન્યું છે. બ્લોગ થકી વ્યક્તિ અભિવ્યક્તિની પૂર્ણ આઝાદી ભોગવી શકે છે. ગાંધીજીએ આર્થિક સ્વાવલંબન માટે ચરખાનો પ્રચાર-પ્રસાર કરેલો, ગાંધીજી આજે હયાત હોત તો અભિવ્યક્તિના સ્વાવલંબન માટે તેમણે બ્લોગની હિમાયત ચોક્કસપણે કરી જ હોત. બ્લોગ અને ચરખા વચ્ચે સરખામણી કરતા કહી શકાય કે બ્લોગ અભિવ્યક્તિની આત્મનિર્ભરતા બક્ષતો 'ડિજિટલ' ચરખો છે. નાગરિક પત્રકારત્વ માટે પણ બ્લોગ શ્રેષ્ઠ માધ્યમ પુરવાર થઈ રહ્યો છે. બ્લોગે આરબ-વસંત અને અન્ય આંદોલનોમાં એક માધ્મય તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.