Acharya, Amita2023-11-242023-11-242020-03-012582-2802http://192.168.2.196:4000/handle/123456789/140ભારતમાં નારીવાદ આંદોલન ઈસ: ૧૯૭૦ની આસપાસ શરુ થયું અને ઈસ: ૧૯૭૫માં વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ' મનાવવામાં આવ્યો, જેનો પ્રભાવ ભારતીય સ્ત્રીઓ પર પડયો. આજે પોતાની ઓળખ સાર્વજનિક જીવનમાં બનાવવા માટે સ્ત્રીઓ પ્રયત્નશીલ છે. સ્ત્રીઓ દ્વારા પોતાની આત્માની ઓળખની તડપના દ્રષ્ટિકોણથી નારીવાદ સાહિત્ય જન્મ્યું. સ્ત્રીએ પોતાનો પહેરવેશ, પરિસ્થિતિ, જીવનનો અનુભવ, ભોગવેલ સુખ:દુઃખને વિભિન્ન વિદ્યાઓના માધ્યમથી પોતાના લેખનમાં અભિવ્યક્ત કર્યું. આ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી કે આજીવિકા કરવાવાળી મહિલાઓની સમસ્યાઓ મુખ્યત્વે વીસમી સદીની ભેટ છે. આજની સ્ત્રી ગૃહિણી તો છે જ, ઘરની બહાર પણ કામ કરે છે. છેલ્લે તેમની સમસ્યાઓ પણ બમણી છે - એક બાજુ પારિવારિક સમસ્યાઓ છે તો બીજી બાજુ ઘરની બહારની સામાજિક સમસ્યાઓ છે અને જવાબદારી પણ, જેને તોડવામાં ઘણા પરિવાર મદદગાર બને છે તો ઘણા વિરોધી. આમ જોવામાં આવે તો સ્ત્રી પ્રાચીન સમયથી જ પરિશ્રમ કરનારી રહી છે. પરંતુ સોશ્યલ મીડિયાના માધ્યમથી આજે મહિલાઓમાં જાગૃતતા આવી છે. આજે સ્ત્રીઓ પોતાના અધિકાર માટે લડતી થઈ છે અને અન્યાય સામે અવાજ ઉઠાવતી થઈ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી જાગૃત થયેલ મહિલાઓ આજે પોતાના સમાન હક્ક પુરુષ પાસે માંગતી થઈ छे.મહિલા, સોશ્યલ મીડિયા અને સામાજિક પરિવર્તનArticle