Panchal, rashmi2023-12-092023-12-092022-03-012582-2802http://192.168.2.196:4000/handle/123456789/189અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વરા સંચાલિત શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય (M. J. Library) એ શહેરની ઓળખરૂપી એક સાર્વજનિક પુસ્તકાલય છે. શહેરના નાગરિકોને પુસ્તકાલય અને વાચનાલયની ઉત્તમોત્તમ સેવાઓ પૂરી પાડવા આ પુસ્તકાલય કટિબદ્ધ છે. અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળતા પુસ્તકાલયની સેવાઓ પણ અદ્યતન બની છે તેમજ વિસ્તરતી રહી છે. શાખા પુસ્તકાલયો તેમજ વાચનાલયોનો પણ બહોળા પ્રમાણમાં વાચકો ઉપયોગ કરતા થયા છે. મા. જે. પુસ્તકાલયમાં આપવામાં આવતી સેવાઓ, બાળકો માટેના સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલાઓ માટેના કાર્યક્રમો, પુસ્તક પ્રદર્શનો, માહિતી પ્રદર્શનો જેવી અનેક પ્રવૃત્તિઓથી આ પુસ્તકાલય સતત ધબકતું રહ્યું છે.પુસ્તકાલય જ્ઞાનગંગાનો અવિરત વહેતો પ્રવાહArticle