Vyas, dr. priyankiPatel, daksha2023-11-242023-11-242020-06-022582-2802http://192.168.2.196:4000/handle/123456789/143ટેક્નોલોજીના આ યુગમાં કમ્યુટર અને ટેલિકોમ્યુનિકેશનનો વિકાસ વધવાની સાથે માહિતીની આપ-લે ઝડપી બની છે. દુર દુરના વિસ્તારોમાં માહિતી થોડી જ સેકન્ડમાં મોકલી શકાય છે. વૈશ્વિક જોડાણ કરીને વ્યક્તિઓ એક બીજાની ખુબ નજીક આવી ગયા છે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટ દ્વારા એક થી વધારે વ્યક્તિ, જૂથ, સંગઠન અને ગ્રંથાલયોના સમાન હેતુઓને સિધ્ધ કરવા માટે નેટવર્કની રચના કરવામાં આવે છે. આધુનિક માહિતીને નેટવર્ક અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગ્રંથાલયોના જોડાણ દ્વારા આધુનિક સેવાઓ આપી શકાય છે. માહિતીસ્ત્રોતો, કિમતી પ્રકાશનો, બજેટ વગેરે માર્યાદિત હોવા છતાં પોતાના ઉપયોગકર્તાઓને અદ્યતન માહિતી સેવાઓ તુરંત પુરી પાડવામાં નેટવર્કનો મોટો ફાળો છે. સહભાગી પુસ્તકાલયોમાં ઉપલબ્ધ સ્ત્રોતોની વહેંચણી કરી માહિતી અને સેવાઓ વિવિધ પ્રકારના ગ્રંથાલયો કે સંસ્થાઓના ઉપયોગકર્તાને મેળવી આપે છે. જુદા જુદા શહેરોમાં હાલમાં વિવિધ ગ્રંથાલય નેટવર્ક કામ કરી રહ્યા છે. કમ્પ્યુટર નેટવર્ક એ એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટરનું એક જૂથ છે, જે એક કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટર સાથે જોડાણ કરી વાતચીત કરવા અને તેમના સંસાધનો, ડેટા અને એપ્લિકેશને શેર કરવા માટે સક્ષમ બનાવે છે. જયારે કમ્પ્યુટર નેટવર્કને ભૌગોલિક વિસ્તાર મુજબ વર્ગીકૃત કરી શકાય છે. સ્થાનિક વિસ્તાર માટે લોકલ એરીયા નેટવર્ક ઉપયોગી બને છે. વ્યક્તિગત નેટવર્ક માટે પર્સનલ એરિયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભૌગોલિક વિસ્તાર માટે મેટ્રોપોલિટી એરિયા નેટવર્ક તેમજગ્રંથાલય અને કમ્પ્યુટર નેટવર્કArticle