Shah, swati2023-12-092023-12-092022-06-012582-2802http://192.168.2.196:4000/handle/123456789/203સાંસ્કૃતિક સાહિત્યિક કૃતિઓમાં કુદરતી તત્ત્વો; જેવાં કે, પર્વતો, વૃક્ષો, વેલીઓ, પુષ્પો, વનો અને ઉપવનો, સમુદ્ર, નદીઓ, સરોવરો અને તળાવોનાં આકર્ષક વર્ણનો પ્રાપ્ત થાય છે. આ કૃતિઓમાં પ્રાકૃતિક તત્ત્વો અને મનુષ્યજીવન એકમેક સાથે સતત અને સહજ રીતે સંકળાયેલું જોઈ શકાય છે. ખાસ કરીને રામાયણના સુંદરકાણ્ડમાં આલેખાયેલ લંકાના પર્યાવરણ વિષયક સુંદર ચિત્રાત્મક વર્ણનો તેનું સચોટ ઉદાહરણ છે. વાલ્મીકિ રચિત આદિકાવ્ય રામાયણમાં પર્યાવરણીય તત્ત્વોના અદ્ભુત વર્ણનની સાથે પર્યાવરણની કાળજી અને મનુષ્યની પ્રકૃતિ સાથેની સહાવસ્થા જોવા મળે છે. આધુનિક સમયમાં માનવી અનેકવિધ પર્યાવરણીય સમસ્યાઓનો ભોગ બની રહ્યો છે અને પ્રાકૃતિની વિષમાવસ્થાથી ઉદ્ભવતા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પર્યાવરણ વિશે સમજવું આવશ્યક છે.સુંદરકાણ્ડ અને પર્યાવરણ: સાંસ્કૃતિક દૃષ્ટિકોણArticle