Chhaya,Kruti2023-12-022023-12-022021-09-012582-2802http://192.168.2.196:4000/handle/123456789/178લેખસાર: અર્થશાસ્ત્ર એ ગતિશીલ એવું સમાજશાસ્ત્ર છે. સમયની સાથે તેનાં પરિમાણો અને સંદર્ભો પણ બદલાય છે. આધુનિક ભારતમાં શહેરો તેની સંખ્યા, કુલ વસ્તીમાં ફાળો અને આર્થિક વિકાસનાં કેન્દ્રો તરીકે મુખ્ય ભૂમિકામાં આવે છે. શહેરો પ્રત્યેનો વિકાસલક્ષી અર્થશાસ્ત્રનો અભિગમ પણ બદલાયો છે. હવે વિકાસનાં ફળસ્વરૂપ ફરજિયાત પ્રદૂષણ, વસ્તીગીચતા વગેરે જેવા મુદ્દાઓ માટે જ શહેરોનો અભ્યાસ મર્યાદિત નથી રહ્યો પણ આયોજનબદ્ધ માનવ વસાહતનો વિકાસ, રોજગારની તકો, સામાજિક આર્થિક વિકાસની સમાન તકો જેવા નવા અને વૈવિધ્યપૂર્ણ હેતુઓ સાથે શહેરો પ્રત્યે જોવાની દ્રષ્ટિ કેળવાઈ રહી છે. પ્રસ્તુત લેખ શહેરો અને અર્થતંત્ર વચ્ચેના સંબંધ ઉપર વિચાર કરે છે, જેમાં શહેરો અને શહેરીકરણને આર્થિક સમસ્યાઓ દૂર કરવાના સાધન તરીકે પણ જોવાયાં છે.શહેરો: અર્થશાસ્ત્ર માટે નવા અભિગમથીArticle