Rajput, Bhagyashree2023-12-092023-12-092021-12-012582-2802http://192.168.2.196:4000/handle/123456789/186વર્ષ-2020ની ફોર્બ્સ મેગેઝીનની યાદીમાં પ્રથમ ક્રમે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા તરીકે બિરુદ પામેલ સત્તાધારી મહિલા એટલે એન્જેલા મર્કેલ. જર્મની (Germany) જેવા વિકસિત દેશમાં 2005માં સૌ પ્રથમ મહિલા અને પ્રથમ પૂર્વ જર્મન ચાન્સેલર બનનાર મર્કેલ આજ દિન સુધી એ પદ શોભાવી રહ્યા છે. આ જ બાબત તેઓની પ્રતિભાને દર્શાવે છે. 1986માં ક્વોન્ટમ રસાયણશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી અને 1989 સુધી સંશોધન વૈજ્ઞાનિક તરીકે મહત્વની કામગીરી હાથ ધરી. ભૌતિકશાસ્ત્રી તરીકે પ્રશિક્ષિત એન્જેલા 1989માં બર્લિનની દિવાલના પતન પછી રાજકારણમાં પ્રવેશ્યા હતા. લોકશાહી જાગૃતિ, જર્મની માટે જોડાણ કે કોઈ મહત્વના કરાર પર તેઓનું તાર્કિક વલણ રહ્યું છે. ખ્રિસ્તી લોકશાહી સંઘ (Christian Democratic Union - CDU)માં ડેમોક્રેટિક એલાયન્સનું વિલીનીકરણ, મહિલા અને યુવાઓને લગતી મહત્વની બાબતો, વિદેશી નીતિ, આતંકવાદ, સ્થળાંતર કરનારાઓ અને શરણાર્થીઓને આવકારવા, યુરોપીયન દેવાની કટોકટીનું સંચાલન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર મહત્વના કાર્યો કર્યા છે. મોટાભાગના સામાજિક રાજકીય કાર્યોમાં અગ્રેસર હોવા છતાં ઘણાં મહત્વના નિર્ણયો તથા અન્ય દેશો સાથેના વાટાઘાટો-કરારો કર્યા બાદ અનેક ટીકાકારોનો સામનો પણ કરવો પડ્યો છે. ઉપરાંત પોતાના જ પક્ષના અનેક સાંસદોના અસંતોષ છતાં તેઓ અડીખમ રહી સક્રિયપણે સામાજિક-રાજકીય જવાબદારીઓ નિભાવવામાં સક્ષમ બન્યા છે. જર્મનીના નાગરીકો પ્રત્યેની દેખભાળ, સહાનુભૂતિપૂર્ણ અને નિર્ણાયક અભિગમને કારણે તેઓને “મુત્તી” (“Mutti" - mother) તરીકેનું ઉપનામ પ્રાપ્ત થયું છે. પ્રસ્તુત લેખમાં જર્મનીના પ્રતિષ્ઠિત એન્જેલા મર્કેલના જીવનચરિત્રને આલેખવાનો હેતુ રહેલો છે. તેઓના વ્યક્તિગત જીવન, પારિવારિક, રાજકીય જીવનને વર્ણવ્યુ છે. તેમજ સશક્ત મહિલા નેતા તરીકે તેઓના મહત્વના કાર્યોને રજૂ કરવાનો પ્રયત્ન કરેલ છે.Angela Merkel – World’s Most Influential LeaderArticle