Parmar, dhavalkumar2023-12-142023-12-142022-12-012582-2802http://192.168.2.196:4000/handle/123456789/224વિશ્વમાં ખાદ્ય સુરક્ષા લક્ષ્ય હાસલ કરવું મોટો પડકાર છે. કેમ કે લોકો ભુખમરી અને કુપોષણનો સામનો કરી રહ્યાં છે.આપણા ભારતમાં આઝાદી પછીથી અત્યાર સુધી ખાદ્ય સુરક્ષાના લક્ષ્યને હાસલ કરવા સરકાર દ્રારા વિવિધ પગલા લીધેલ છે, જેમકે જીવન જીવવાનો બંધારણીય અધિકાર બનતાં કેંદ્ર અને રાજ્ય સરકારનું કર્તવ્ય બને છે કે કોઈ પણ દેશના નાગરિક ભુખ્યુ ન રહે અને કેંદ્ર અને રાજ્ય શૂન્ય ભુખમરી હાસલ કરે. જે માટે ખોરાકના અધિકારના રક્ષણ માટે બનાવેલ ખાદ્ય સુરક્ષા કાયદો-૨૦૧૩ અતિ મહત્વપુર્ણ છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગરીબી, ભુખમરી અને કુપોષણને દુર કરવાનો છે. આ સંશોધનમાં કાયદાની લાક્ષણિકતાઓ જેવી કે પરિવારોની પાત્રતા, કવરેજ, ઓળખાણ,ખાદ્ય અધિકાર, પોષણ સહાયતા ખાદ્ય એલાઉન્સ, રાજ્ય-કેંદ્રની જવાબદારી, દંડની જોગવાઈ, સામાજિક ઓડિટ, સ્ત્રી સશક્તિકરણ, ફરિયાદ નિવારણ પધ્ધતિ, રાજ્ય ખાદ્ય આયોગની રચના વિગેરે બાબતોનો સમાવેશ તથા કાયદાની ખામીઓ, કાયદાની અસરકારકતા વધારવાની રીતો અને ખાદ્ય સુરક્ષા કાયદો-૨૦૧૩ ના સુધારા બિલ-૨૦૧૮ ની સંક્ષિપ્તમાં માહિતિ સાથે ઉપાયો નું વિશ્લેષણ કર્યું છે.ખાદ્ય સુરક્ષા કાયદો ૨૦૧૩ અને અમલીકરણની પ્રકિયાઓArticle