વાલ્મિકી સમાજમાં સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓ
No Thumbnail Available
Date
2022-12-01
Authors
Journal Title
Journal ISSN
Volume Title
Publisher
Chainany E-Journal
Abstract
વિકાસ પ્રક્રિયા સાથે શિક્ષણને સીધો સંબંધ છે. આપણા દેશમાં સામાજિક-આર્થિક વિકાસ માટેનું
પહેલું પગથિયું એ દેશના તમામ લોકોમાં પ્રાથમિક શિક્ષણનો ફેલાવો છે. ધાર્મિક કારણોસર આપણા
દેશમાં દલિતો વર્ષો સુધી શિક્ષણથી વંચિત રહ્યા છે. હજુ પણ શાળાઓમાં કેટલીક જગ્યાએ સમાચાર
માધ્યમોમાં જોવા, સાભળવામાં આવે છે અને અસ્પૃશ્યતા અંગેના દૃષ્ટાંતો અથવા વાલ્મિકી સમાજના
બાળકો તરફ સેવાતી અવગણનાને કારણે તેમનું શિક્ષણ અવરોધાતું જોવા મળે છે. વાલ્મિકી સમાજમાં
લોકવાયકાઓ પ્રમાણે નાની વયે સ્ત્રીઓને લગ્ન કરાવવામાં આવે છે. જેથી તેઓ અભ્યાસ કરી શકતાં
નથી. આ સમાજમાં એવું લોકવાયકાઓ પ્રમાણે જોવા અને સાંભળવામાં આવે છે કે સ્ત્રીઓને લખતાં,
વાંચતા આવડે એટલે બહુ થઈ ગયું અને ઘરની જવાબદારીઓને લીધે પણ સ્ત્રીઓ આગળ વધુ શિક્ષણ
લઇ શકતી નથી. તેઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ સુધી જ વધુ સ્ત્રીઓ ભણેલી જોવા મળે છે. પરંતુ
સમયની સાથે સાથે થોડો બદલાવ આવતો જોવા મળે છે સ્ત્રી શિક્ષણને અસર કરતાં પરિબળો
(સમસ્યાઓ) નાની વયે લગ્ન, કૌટુંબિક અને સામાજિક અપેક્ષાઓ, શિક્ષણની તક ઉપલબ્ધિ નો ઊંચો
ખર્ચ, ઘરથી શાળા નું અંતર, અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ જેવી વિવિધ સમસ્યાઓને લીધે સ્ત્રીઓને
શિક્ષણ લેવામાં સમસ્યા જોવા મળે છે.