Browsing by Author "Patel, Daxa"
Now showing 1 - 1 of 1
Results Per Page
Sort Options
Item વિશિષ્ટ ગ્રંથાલય(Chainany E-Journal, 2020-03-01) Patel, Daxaવિશિષ્ટ ગ્રંથાલય એટલે વિશિષ્ટ હેતુ માટેનાં ગ્રંથાલય. જે કોઇ એક વિશિષ્ટ વિષય અથવા વિષયજૂથ સાથે સતત સંબંધ ધરાવે છે. જે વિશિષ્ટ સંસ્થાના કે જૂથના સમાન હેતુ ધરાવતા વિશિષ્ટ વિષય કે ક્ષેત્રનાં વિશિષ્ટ ઉપયોગકર્તાઓની માંગને અખંડ સેવા પૂરી પાડે છે. આવા ગ્રંથાલયો જે તે માતૃસંસ્થાના દરેક સભ્યને જરુરીયાત મુજબ માહિતી યથા સમયે પૂરી પાડવા માટે અસ્તિત્વ ધરાવે છે. તેનું મહત્વનું કાર્ય ત્વરીત સંદર્ભસેવા અને માહિતી સેવા પૂરી પાડવાનું છે. જેના કારણે તેને ‘માહિતી કેન્દ્ર' તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા ગ્રંથાલયમાં મૂળભૂત 3 તત્વો છે, જેમાં વિશિષ્ટ વાચકો, વિશિષ્ટ સંગ્રહ અને વિશિષ્ટ સ્થાનેથી વ્યક્ત થતી સેવાઓ જેનો અહિં સંગમ થાય છે. તદ્ ઉપરાંત સંશોધન કાર્યક્રમો તથા સંસ્થાકીય પ્રવૃત્તિઓને સહાય કરવાનું કામ આવા ગ્રંથાલયોનું છે. પ્રસ્તુત લેખામા વિશિષ્ટ ગ્રંથાલયનો અર્થ, તેની વ્યાખ્યાઓ, વિશિષ્ટ હેતુઓ અને વર્ગ માટેનાં ગ્રંથાલયો, વિશિષ્ટ ગ્રંથાલયની લાક્ષણિકતાઓ, કાર્યો અને વિશિષ્ટતાઓ રજુ કરેલ છે.