Conference /Seminar Proceedings
Permanent URI for this community
Browse
Browsing Conference /Seminar Proceedings by Author "Bhavshar, rima"
Now showing 1 - 1 of 1
Results Per Page
Sort Options
Item મોહન પરમારની 'થળી' અને 'કુંભી' વાર્તામાં દલિત ચેતના(Chainany E-Journal, 2020-06-01) Bhavshar, rimaદલિત ચેતનામાં પીડિત અને દબાયેલું વ્યક્તિત્વ ધરાવતા પાત્રોને લઈને મોહન પરમાર વાર્તાની રચના કરે છે. દલિત સમાજના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય મોહન પરમારે કર્યું છે. મોહન પરમારની ‘કોલાહલ’,‘નકલંક’,‘કુંભી’,'અંચળો' વગેરે વાર્તાસંગ્રહમાં દલિતચેતના દર્શાવવામાં આવી છે. થળી વાર્તામાં દલિત પરણેતર રેવીનું થતું જાતીય શોષણ જોવા મળે છે. આ શોષણ સામે પણ રેવીને લડતી બતાવવામાં આવી છે. આધુનિક સમયની નારીનું ચિત્ર ઉપસી આવ્યું છે.'થળી' વાર્તામાં માનસિંહનું સ્વાર્થી, દંભી, નીરસ વ્યક્તિત્વ ઉપસાવવામાં આવ્યું છે. આજના સમાજના માનસિંહનું ચિત્ર આપવાની કોશિશ થયેલી છે. વાર્તામાં પરિવેશ, પરિસ્થિતિ અને પાત્રને પ્રસંગોચિત ઉત્તર ગુજરાતની તળ બોલીમાં રચના કરી આપી છે. રેવીને અહિ મક્કમ અને સમાજની આબરૂ રાખનાર બતાવી છે.' કુંભી 'વાર્તામાં નવી વહુના આગમન સાથે જૂની વહુના ચિત્તમાં ચાલતા ઊથલપાથલને બતાવવામાં આવ્યા છે. મનુષ્યને સ્થિર ઊભા રહેવા માટે પણ કોઈ આધારની જરૂર પડે છે. તે જ રીતે મોહન પરમારની વાર્તામાં પણ તેમના પાત્રોને ટેકો આપવા માટે પરિસ્થિતિ અને સમયને આધારે સાહસ દર્શાવતા પાત્રો પણ આપવામાં આવ્યા છે. વાર્તાના પાત્રો દલિત, પીડિત અને દરિદ્ર હોવા છતાં તે લાચાર કે દયા હીન નથી પરંતુ તેમનામાં આત્મ- સન્માનની ભાવના દેખાડવામાં આવી છે.